ICC RANKING: નંબર 2 ઓલરાઉન્ડર બન્યો હાર્દિક પાંડ્યા, કિંગ કોહલીના રેન્કિંગમાં સુધારો
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને આઇસીસી વન-ડે રેન્કિંગમાં સતત ફાયદો થઈ રહ્યો છે. ફરી એક વખત તેનું રેન્કિંગ સુધરતા કોહલીના ફેન પણ ખુશ થઈ ગયા છે. છેલ્લા કેટલાક સમયથી કોહલી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો પરંતુ હવે કિંગ કોહલીએ પોતાના આગવા ટચમાં ફરીથી વાપસી કરી દીધી છે. વન-ડે ફોર્મેટમાં કોહલીના રેન્કિંગમાં ઘણો સુધારો જોવા મળ્યો છે.
વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી વન-ડે ખેલાડીઓના ટોપ 10 રેન્કિંગમાંથી જ બહાર થઈ ગયો હતો પરંતુ હવે ફરીથી કોહલીની ટોપ 10 ખેલાડીઓમાં વાપસી થઈ ગઈ છે અને સાતમા નંબરે કિંગ કોહલી 719 રેટિંગ સાથે આવી ગયો છે. કોહલીએ વન-ડે રેંકિંગમાં કેપ્ટન રોહિત શર્માને પણ પાછળ છોડી દીધો છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા આઠ્મા ક્રમે છે અને તેનું રેટિંગ 707 છે.
હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરની રેન્કિંગમાં નંબર 2 પર છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ ઈજાના કારણે ચોથા સ્થાને સરકી ગયો છે. આઇપીએલ 2023માં SRHની નજર હેઝલવુડ પર પણ છે. પાંચમા નંબર પર ઈંગ્લેન્ડનો લેગ સ્પિનર આદિલ રાશિદ હાજર છે. આ રેન્કિંગમાં ભારતની વાત કરીએ તો, હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરની રેન્કિંગમાં નંબર 2 પર છે. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન તેના કરતા 15 રેટિંગ પોઈન્ટ્સ આગળ છે.
