Skip to main content
Settings Settings for Dark

આજે જોહાનીસબર્ગનાં સ્ટેડિયમમાં રમાશે ઇન્ડિયા-દક્ષિણ આફ્રિકાની બીજી ટેસ્ટ મેચ

Live TV

X
  • ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા રમાનારી 3 ટેસ્ટ મેચની શૃખંલામાં બીજી ટેસ્ટ આજથી જોહાનીસબર્ગનાં ધ વોન્ડર્સ સ્ટેડિયમમાં રમાશે. સીરીઝમાં ભારત અત્યારે 1-0 થી આગળ છે ત્યારે ટીમ ઈન્ડિયાની નજર હવે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ સીરીઝ જીતવા પર છે. બીજી ટેસ્ટ દરમિયાન તમામની નજર ભારતીય ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે. આ મેદાન પર કોહલીનો રેકોર્ડ સારો રહ્યો છે, ત્યારે કોહલી પાસે ટેસ્ટ મેચમાં આ મેદાન પર સૌથી વધુ રન બનાવવાનો મોકો છે. જોકે હાલ આ રેકોર્ડ ન્યુઝીલેન્ડનાં જોન રીડનાં નામે છે. ત્યાં જ પહેલી મેચમાં હારનો સામનો કરી ચુકેલી ટીમ સાઉથ આફ્રિકા જરૂરી ફેરફારો સાથે મેદાનમાં ઉતરશે. ટીમનાં વિકેટ કિપર બેટ્સમેન ક્વીનટન ડિકોકે ટેસ્ટ ક્રિકેટને વિદાય આપી છે. જેથી તેમનાં સ્થાને ટીમમાં કાયલ હેરેનને સ્થાન મળી શકે છે. જેણે અત્યાર સુધીમાં માત્ર 2 ટેસ્ટ મેચ રમી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply