આજે સાંજે 7 વાગ્યે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે
Live TV
-
પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 21 રનથી હાર આપી હતી.
લખનૌમાં આજે સાંજે 7 વાગ્યે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી-ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. ત્રણ મેચોની શ્રેણીમાં પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 21 રનથી હાર આપી હતી. આ અગાઉ ભારતે વન-ડે મેચની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને હરાવીને રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.
ભારતે વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યૂઝીલેન્ડને 3-0થી હરાવીને ICC રેન્કિંગમાં પહેલા સ્થાન પર આવી ગયું હતું. ભારતે હૈદરાબાદમાં રમવામાં આવેલ વનડે મેચમાં ન્યૂઝીલેન્ડને 12 રનથી, રાયપુરમાં રમવામાં આવેલ બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટથી અને ઈન્દોરમાં રમવામાં આવેલ ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 90 રનથી હરાવ્યું હતું.
