નોવાક જોકોવિચે 10મી વાર ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો
Live TV
-
નોવાક જોકોવિચે ગ્રીસના સ્ટીફાનોસ સિટસિપાસને હરાવીને આ ખિતાબ પોતાને નામે કર્યો છે.
ઓસ્ટ્રેલિયા ઓપન ટેનિસના પુરુષ સિંગલ્સ ફાઈનલમાં સર્બિયાના નોવાક જોકોવિચે 10મી વાર ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતી લીધો છો. નોવાક જોકોવિચે ગ્રીસના સ્ટીફાનોસ સિટસિપાસને 6-3 7-6 (7-4) 7-6 (7-5)થી હરાવીને આ ખિતાબ પોતાને નામે કર્યો છે. આ ખિતાબ જીતીને નોવાક જોકોવિચે રાફેલ નડાલની બરાબરી કરી લીધી છે. મહિલા ડબલ્સની ફાઈનલમાં ચેમ્પિયન અને ચેક ગણરાજ્યની ક્રેજિકોવા અને કેટરીના સિનિયાકોવાની જોડીએ જાપાનની સુકો આઓયામા અને ઈના શિબાહારાને હરાવીને ખિતાબ પોતાને નામે કર્યો છે.
