ઈંગ્લેન્ડને હરાવીને ભારતે જીત્યો મહિલા અંડર-19 ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડકપ
Live TV
-
ભારતે ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને વર્લ્ડકપ જીતી લીધો છે.
દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલ મહિલા અંડર 19 ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડકપમાં ભારતે ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવીને વર્લ્ડકપ જીતી લીધો છે. વર્લ્ડકપની ફાઇનલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ માત્ર 68 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતીય મહિલા અંડર 19ની ટીમે 14મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 69 રન કરીને આ વર્લ્ડકપ જીતી લીધો છે.
આ વર્લ્ડકપની પહેલી સેમિફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને આઠ વિકેટથી હરાવ્યું હતું. સેમિંફાઈનલ મેચમાં ભારતે 15મી ઓવરમાં 2 વિકેટ પર 110 રન કર્યા હતા. બીજી સેમિફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ત્રણ રને હરાવ્યું હતું, ઈંગ્લેન્ડે 19 ઓવર અને પાંચ બોલમાં 99 રન ફટકાર્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાઓ 96 રન કર્યા હતા.
