Skip to main content
Settings Settings for Dark

આજે WPL 2024 ને મળશે વિજેતા, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ફાઈનલ મેચ યોજાશે

Live TV

X
  • પ્રથમ સિઝનની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને મુંબઈ ઈન્ડિયન્સે સાત વિકેટે હરાવ્યું હતું

    આજરોજ દિલ્હીમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે WPL 2024 ની ફાઈનલ મેચ યોજાશે. ગયા વર્ષે, પ્રથમ સિઝનની ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને મુંબઈ ઈન્ડિયન્સે સાત વિકેટે હરાવ્યું હતું. જોકે, આ વખતે દિલ્હીની ટીમ શાનદાર ફોર્મમાં છે. આઠ મેચમાં 12 પોઈન્ટ સાથે લીગમાં ટોચ પર છે. દિલ્હીને આ સિઝનમાં માત્ર બે વખત હારનો સામનો કરવો પડ્યો હતો. 

    દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી RCB સામે રમાયેલી તમામ મેચ જીતી છે. પરંતુ ફાઇનલમાં તેના અગાઉના પ્રદર્શનથી કોઈ ફરક પડશે નહીં. WPL 2024 ની ફાઈનલ મેચમાં દિલ્હીને લેનિંગ અને શેફાલી વર્મા પાસેથી સારી શરૂઆતની આશા રહેશે. જેમિમાહ રોડ્રિગ્સ પણ મિડલ ઓર્ડરમાં ફોર્મમાં છે, પરંતુ ઓલરાઉન્ડર એલિસ કેપ્સી અને કેપ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે. લીગ મેચમાં બોલિંગમાં જોનાસેન, કેપ અને શિખા પાંડેએ સારું પ્રદર્શન કર્યું છે. 

    બીજી તરફ RCB લીગ તબક્કામાં ત્રીજા સ્થાને રહી હતી. પરંતુ શુક્રવારે રોમાંચક એલિમિનેટરમાં ઓછા સ્કોર હોવા છતાં, મુંબઈને પાંચ વિકેટે હરાવ્યું હતું. ફાઈનલમાં બેટિંગની જવાબદારી ઓલરાઉન્ડર એલિસ પેરી પર રહેશે. જે અત્યાર સુધી 312 રન સાથે ટૂર્નામેન્ટમાં ટોપ સ્કોરર છે. તેણે સાત વિકેટ પણ લીધી છે. જો મુંબઈ સામે પેરીનું ઓલરાઉન્ડ પ્રદર્શન ન હોત તો RCB જીતી શક્યું ન હોત. જોકે RCB માં સુકાની સ્મૃતિ મંધાના, સોફી ડિવાઇન, રિચા ઘોષ અને સોફી મોલિનક્સ પાસેથી વધુ સમર્થનની અપેક્ષા રાખશે. RCB ના બોલરો ખાસ કરીને રેણુકા સિંહ, શ્રેયંકા પાટિલ અને જ્યોર્જિયા વેરહેમને પણ સારું પ્રદર્શન કરવું પડશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply