Skip to main content
Settings Settings for Dark

વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને આઠ રનથી હરાવ્યું

Live TV

X
  • વિમેન્સ પ્રીમિયર લીગ ક્રિકેટમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને આઠ રનથી હરાવ્યું હતું. ગઈકાલે રાત્રે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ગુજરાત જાયન્ટ્સ માટે જીત જરૂરી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલા ગુજરાતે કેપ્ટન બેથ મૂનીના 52 બોલમાં અણનમ 74 રનની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 152 રન બનાવ્યા હતા.

    યુપીની ટીમ દીપ્તિ શર્માના 60 બોલમાં અણનમ 88 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 144 રન જ બનાવી શકી હતી. ગુજરાત જાયન્ટ્સ તરફથી 16 વર્ષની ઝડપી બોલર શબનમ શકીલે 11 રન આપીને 3 વિકેટ લીધી હતી.

    ગુજરાત બે જીત સાથે સાત મેચમાંથી ચાર પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં હજુ પણ તળિયે છે. યુપી ત્રણ જીત અને પાંચ હાર સાથે કુલ છ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સ આજે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply