ઇંગ્લેન્ડના ક્રિકેટર મોઇન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
Live TV
-
ઇંગ્લેન્ડના 34 વર્ષીય ક્રિકેટર મોઇન અલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. મોઇન અલીએ 64 ટેસ્ટ મેચમાં 195 વિકેટ લીધી છે અને 2914 રન કર્યા છે. મોઇન અલીએ ટેસ્ટ કારકિર્દીની શરૂઆત 2014માં કરી હતી. તેણે ટેસ્ટમાં 5 વખત 5 કે તેથી વધુ વિકેટ ઝડપી છે અને 5 ટેસ્ટ સદી ફટકારી છે. મોઇન અલિએ તેની ટેસ્ટ કારકિર્દી દરમિયાનના સહયોગ માટે તેના કોચ, કપ્તાન અને પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
