Skip to main content
Settings Settings for Dark

ભારતીય પુરુષ હોકી ટીમના સ્ટાર ખેલાડી રૂપિંદર પાલ સિંહે નિવૃત્તિની જાહેરાત કરી

Live TV

X
  • હોકી ટીમના સ્ટાર ખેલાડી રૂપિંદર પાલ સિંહે ટ્વિટ્ટરના માધ્યમથી નિવૃત્તિની જાહેરાત કરી

    ભારતીય પુરુષ હોકી ટીમના સ્ટાર ખેલાડી અને ટોક્યો ઓલિમ્પિકમાં કાંસ્ય પદક વિજેતા ટીમનો ભાગ રૂપિન્દર પાલ સિંહે એક મોટો નિર્ણય લીધો છે. રૂપિંદર પાલ સિંહે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 30 વર્ષીય હોકી ખેલાડીએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ભાવનાત્મક પોસ્ટ શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી છે. ટ્વિટમાં લખ્યું છે કે, 'છેલ્લા કેટલાક મહિના મારા જીવનના શ્રેષ્ઠ દિવસો હતા. ટોક્યોમાં મારા સાથી ખેલાડીઓ સાથે પોડિયમ પર ઉભા રહેવું મારા જીવનની સૌથી સુંદર ક્ષણ હતી અને હું તેને ક્યારેય નહીં ભૂલી શકું. તેમણે આગળ લખ્યું કે, 'હું માનું છું કે આ સમય યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને તક આપવાનો છે, જેથી તેઓ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે અને છેલ્લા 13 વર્ષમાં જે મેં અનુભવ્યું છે તે અનુભવી શકે.' આપને જણાવી દઈએ કે રૂપિન્દર પાલ સિંહનું નામ ભારતના સફળ ડ્રેગ-ફ્લિકર્સમાંનું એક છે, 2008માં હોકીમાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેણે 223 મેચમાં ભારતનું પ્રતિનિધત્વ કર્યુ છે અને આ સમયગાળા દરમિયાન તેણે 119 ગોલ કર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply