Skip to main content
Settings Settings for Dark

ક્રિકેટ- ભારતીય મહિલા ટીમની પ્રથમ પિંક બૉલ ટેસ્ટની શરૂઆત

Live TV

X
  • આજે ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે માત્ર એક ટેસ્ટની શ્રેણીની શરૂઆત થઇ

    આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તેની પ્રથમ પિંક બૉલ ટેસ્ટની શરૂઆત ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કરી હતી. આજે ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ ખાતે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે માત્ર એક ટેસ્ટની શ્રેણીની શરૂઆત થઇ હતી. ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી મેઘના સિંઘ અને યસ્તિકા ભાટિયાએ ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી તો ઓસ્ટ્રેલિયા તરફથી ચાર ખેલાડી ડાર્સી બ્રાઉન, સ્ટેલા કેમ્પબેલ, એનાબેલ સુથરલેન્ડ અને જ્યોર્જિયા વારેહેમે તેમના ટેસ્ટ કેરિયરની શરૂઆત કરી હતી. 

    પ્રથમ દિવસના પ્રથમ સત્ર બાદ ભારતનો સ્કોર 33 ઓવરના અંતે 101-1 રન હતો. શફાલી વર્મા 31 રન કરી આઉટ થઇ હતી તો સ્મ્રિતિ મનધાના 64 રન અને પૂનમ રાઉત 1 રન પર અણનમ હતી.પ્રથમ દિવસના અંતે ભારતે એક વિકેટ ગુમાવી 132 રન કર્યા હતા. પ્રથમ દિવસે વરસાદના લીધે ફક્ત 44 ઓવરની રમત શક્ય થઈ હતી. સ્મ્રિતિ મનધાના 80 અને પૂનમ રાઉત 16 રન પર અણનમ હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સોફિ મોલિન્યુએ એક વિકેટ લીધી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply