સાનિયા મિર્ઝાએ ચીનની ખેલાડી શુવાઈ જાંગ સાથે મળીને ઓસ્ટ્રામા ઓપનમાં ખિતાબ જીત્યો
Live TV
-
ભારતની મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ અને ચીનની ખેલાડી શુવાઈ જાંગ સાથે મળીને ઓસ્ટ્રામા ઓપનમાં મહિલા જોડીનો ખિતાબ જીતી લીધો છે.
રવિવારે સાનિયા અને ચીનની જોડીદાર શુઆઈ ઝેંગે ઓસ્ટ્રાવા ઓપનની મહિલા ડબલ્સની ફાઈનલમાં કેટલિન ક્રિસ્ટીયન અને એરિન રોટલિફની જોડીને પરાજીત કરી હતી. ભારત અને ચીનની સેકેન્ડ સીડેડે જોડીએ અમેરિકાની ક્રિસ્ટિયન અને ન્યૂઝિલેન્ડની રોટલિફની થર્ડ સીડેડ જોડીને ફાઈનલમાં એક કલાક અને ચાર મિનિટમાં 6-3 , 6-2 થી પરાજય આપીને જીત હાંસલ કરી હતી.
34 વર્ષિય સાનિયાનો આ વર્ષનો પહેલો, જ્યારે કારકિર્દીનો 43મો WTA ખિતાબ છે.
