Skip to main content
Settings Settings for Dark

ક્રિકેટ: ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાનો 26 મેચનો વિજય રથ અટકાવ્યો

Live TV

X
  • ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાનો વન-ડે ક્રિકેટમાં 26 મેચનો વિજય રથ અટકાવ્યો છે. ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હાર આપી હતી. ભારત તરફથી યસ્તિકા ભાટીયાએ સૌથી વધુ 64 રન અને શફાલી વર્માએ 56 રન કર્યા હતા. ઝૂલન ગોસ્વામીએ ત્રણ વિકેટ ઝડપી હતી અને તેને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ એનાયત કરાયો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટ ગુમાવી 264 રન કર્યા હતા જવાબમાં ભારતે 8 વિકેટ ગુમાવી ત્રણ બૉલ બાકી રહેતા લક્ષ્ય પ્રાપ્ત કર્યો હતો. ત્રણ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાએ 2-1 જીત મેળવી હતી. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 30 સપ્ટેમ્બરથી ક્વીન્સલેન્ડ ખાતે ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટ એક માત્ર મેચની શ્રેણી હશે અને આ પિંક બૉલ ટેસ્ટ હશે. ભારતીય મહિલા ટીમ પ્રથમ વખત પિંક બૉલ ટેસ્ટ રમશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply