ઇંગ્લેન્ડે ભારતને હરાવીને મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ
Live TV
-
મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
દક્ષિણ આફ્રિકામાં, ઇંગ્લેન્ડે ભારતને હરાવીને મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો.
ભારતીય મહિલા ટીમને શનિવારે ICC T20 વર્લ્ડ કપ-2023માં પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો. ગઈકાલે સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 11 રને હરાવ્યું હતું. જીત માટેના 152 રનના જવાબમાં ભારતીય ટીમ પાંચ વિકેટે 140 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની સારાહ ગ્લેને બે વિકેટ લીધી હતી.
આ પહેલા ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 151 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી નેટ સાયવર બ્રન્ટે સૌથી વધુ 50 રન બનાવ્યા હતા. ભારત તરફથી રેણુકા સિંહે પાંચ વિકેટ લીધી હતી.
ભારતની આગામી મેચ 20 ફેબ્રુઆરીએ આયર્લેન્ડ સામે થશે.
આ વર્લ્ડ કપમાં 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ટીમ ઈન્ડિયાની સાથે ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને આયર્લેન્ડ ગ્રુપ-2માં છે. ઈંગ્લેન્ડે ભારતને હરાવી પોતાની જીતની હેટ્રિક પૂરી કરી. આ સાથે જ તેની સેમીફાઈનલની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે, જો કે આંકડાની દૃષ્ટિએ ઈંગ્લેન્ડ હજુ સુધી સેમીફાઈનલમાં પહોંચી શક્યું નથી. તેની એક મેચ બાકી છે. ઈંગ્લેન્ડના ત્રણ મેચમાં છ પોઈન્ટ છે. ભારતે હવે તેની આગામી મેચ આયર્લેન્ડ સામે રમવાની છે. ભારતના હવે ત્રણ મેચમાંથી ચાર પોઈન્ટ છે.
