Skip to main content
Settings Settings for Dark

દિલ્હી ટેસ્ટમાં ભારતનો ભવ્ય વિજય, ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે આપ્યો પરાજય

Live TV

X
  • ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની 10 વિકેટ ઝડપનાર રવિન્દ્વ જાડેજા બન્યા પ્લેયર ઓફ ધ મેચ, 4 મેચની સિરીઝમાં ભારત 2-0 થી આગળ

    ભારતે દિલ્હી ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવી સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. અગાઉ પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમના 263 રનના જવાબમાં ભારત 262 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો ધબડકો થયો હતો અને માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેમાં ટ્રેવિસ હેડે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા જ્યારે માર્નસ લાબુશેન 43 રન બનાવીને આઉટ થયો હતો. ટીમના 8 બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા નહોતા. ભારતને જીતવા માટે 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ નોટઆઉટ 31 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 31 અને વિરાટ કોહલીએ 20 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. જાડેજાએ આ સિરીઝમાં બીજી વખત 5 કે તેથી વધુ વિકેટ લીધી છે. રવિચંદ્રન અશ્વિનને પણ ત્રણ સફળતા મળી હતી. ભારતની આ જીતના હીરો રવીન્દ્ર જાડેજા રહ્યા હતા. તેમણે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં 42 રન આપીને 7 વિકેટ ઝડપી હતી. જેના કારણે કાંગારુ ટીમ માત્ર 113 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેમના શાનદાર પ્રદર્શનને લીધે તેમણે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply