ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજા ટેસ્ટ મેચ બીજા દિવસના અંતે જ રસપ્રદ બની
Live TV
-
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજા ટેસ્ટ મેચ બીજા દિવસના અંતે જ રસપ્રદ બની ગઇ છે. બીજા દિવસની રમત પૂરી થઇ ત્યારે ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં 1 વિકેટે 61 રરન કર્યા છે. ટ્રેવિસ હેડ ઝડપી 39 રન અને માર્નુસ લબુસેન 16 રને અણનમ રહ્યા હતા. એ અગાઉ ભારતે રવિચંદ્રન અશ્વીનના લડાયક 37 રન અને અક્ષર પટેલના 74 રનની મદદથી પહેલા દાવમાં કુલ 262 રન નોંધાવતા ઓસ્ટ્રેલિયાને પહેલા દાવની માત્ર એક રનની સરસાઇ મળી હતી. બંનેએ આઠમી વિકેટની ભાગીદારીમાં નોંધપાત્ર 114 રન ઉમેર્યા હતા. ઓસ્ટ્રેલિયા વતી નાથન લાયને પાંચ વિકેટ ઝડપી હતી.
