ઇન્ડિયા ઓપન બેડમિંટન ટૂર્નામેન્ટમાં આજે પીવી સિંધુ રમશે સેમિફાઇનલ મુકાબલો
Live TV
-
ઇન્ડિયા ઓપન બેડમિંટન ટૂર્નામેન્ટમાં આજે બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ સેમિફાઇનલ મુકાબલો રમશે. સિંધુનો સામનો થાઇલેન્ડની સુપાનિદા કેટથોંગ સાથે થશે. આ પહેલા શુક્રવારે રમાયેલ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં અસ્મિતા ચૈલાને 36 મિનિટમાં હરાવી હતી. સિંધુ એ અસ્મિતાને 21-7, 21-18 ના સ્કેલથી માત આપી હતી. તો પુરુષ વર્ગમાં આજે લક્ષ્ય સેનનો સામનો અંતિમ ચારના મુકાબલામાં મલેશિયાના નગ તેજ યોંગ સાથે થશે. લક્ષ્ય સેને ક્વાર્ટર ફાઇનલમાં એચ.એસ.પ્રણોયને હરાવ્યો હતો.
