Skip to main content
Settings Settings for Dark

ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આયોજિત 3 વનડે અને 3 ટી20 માટે ભારતીય ટીમની થઇ જાહેરાત

Live TV

X
  • ઈન્ડિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આયોજિત 3 વનડે અને 3 ટી20 માટે ઈન્ડિયન ટીમની જાહેરાત થઈ ગઈ છે. જેમાં રોહિત શર્મા સંપૂર્ણ ફિટનેસ સાથે વાપસી કરી રહ્યા છે અને હવે તે ફુલ ટાઈમ કેપ્ટન તરીકે પ્રથમ વનડે અને ટી20 સિરીઝ રમવા જઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, આ બંને સ્ક્વોડમાં વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈને પસંદ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ ફાસ્ટ બોલર હર્ષલ પટેલની ટી20 સ્ક્વોડમાં પસંદગી કરાઈ છે.તો આવેશ ખાન વનડે અને ટી20 એમ બંને સ્ક્વોડમાં ટીમ સાથે જોડાશે. કુલદીપ યાદવને ગત વર્ષે ખરાબ ફોર્મના કારણે વનડે અને ટી20 ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ તે વેસ્ટ ઈન્ડિઝની સિરીઝથી ટીમમાં કમબેક કરી રહ્યો છે. તો, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમીને આ સિરીઝમાંથી આરામ અપાયો છે.વળી રવીન્દ્ર જાડેજા પણ ઘુંટણની ઈન્જરીથી રિકવરીના ફાઈનલ સ્ટેજમાં હોવાથી તે આ સિરીઝમાં ભાગ લેશે નહીં.આની સાથે વાઈસ કેપ્ટન રાહુલ બીજી વનડેથી ટીમ સાથે જોડાશે.ટીમમાં જોધપુરના યુવા લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈને પ્રથમ વખત નેશનલ ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે. રવિની વેસ્ટ ઈન્ડિઝ ટી20 સીરીઝ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી છે.તો,રાજસ્થાનના બેટ્સમેન દીપક હુડ્ડાને વનડે ટીમમાં જગ્યા મળી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply