Skip to main content
Settings Settings for Dark

ટેનિસ ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાની સફરનો અંત

Live TV

X
  • ટેનિસમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભારતની મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાના ઓસ્ટ્રેલિયન ઓપનના સફરનો અંત આવ્યો હતો. મિક્સડ ડબલ્સ વર્ગમાં રાજીવ રામ અને સાનિયાની જોડીને  ફોરલિસ અને કુબલરે 6-4 7-6(5) થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આગાઉ 19મી જાન્યુઆરીએ મહિલા ડબલ્સ વર્ગમાં તેની પ્રથમ રાઉન્ડમાં હાર થઇ હતી.

    પુરૂષ વર્ગમાં 2009 ના આસ્ટ્રેલિયન ઓપન વિજેતા અને 20 વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા સ્પેનના રાફેલ નડાલે પાંચ સેટના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 6-3 6-4 4-6 3-6 6-3 થી કેનેડાના ડેનિસ શાપોવાલોવને હરાવી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યો હતો. 

    રાફેલ નડાલનો સામનો સેમિફાઇનલમાં બેરેટીની- મોન્ફિલ્સના મુકાબલાના વિજેતા સામે થશે. 

    મહિલા વર્ગમાં પ્રથમ ક્રમાંકિત ખેલાડી ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ અમેરિકાની જેસિકા પેગુલાને 6-2 6-0 થી હરાવી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો જ્યાં તેનો મુકાબલો અમેરિકાની મેડિસન કિઝ સામે થશે. કિઝે ચોથી ક્રમાંકિત ખેલાડી બારબોરા ક્રેચિકોવાને 6-3 6-2 થી હરાવી સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply