ICCદ્વારા 2021ના વર્ષ માટેના સર્વ શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર પુરસ્કાર માટે ભારતની સ્મૃતિ મંધાનાની પસંદગી
Live TV
-
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિ-ICCએ 2021ના વર્ષ માટેના સર્વ શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર પુરસ્કાર માટે ભારતની સ્મૃતિ મંધાનાની પસંદગી કરી છે. ભારતની ઓપનર સ્મૃતિએ શ્રેષ્ઠ મહિલા ક્રિકેટ ખેલાડીને અપાતી રાચેલ હેહો ફ્લિન્ટ ટ્રોફી બીજી વખત મેળવી છે. અગાઉ વર્ષ 2018માં સ્મૃતિએ આ બહુમાન મેળવ્યું હતું.
વર્ષ 2021માં સ્મૃતિ મંધાનાએ 22 આંતરરાષ્ટ્રીય મેચોમાં 38.86ની સરેરાશ સાથે 855 રન નોંધાવ્યા હતા.
