Skip to main content
Settings Settings for Dark

પોરબંદર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય તરણ સ્પર્ધામાં આણંદની જસવંતિએ મેળવ્યો સુવર્ણચંદ્રક

Live TV

X
  • પોરબંદર ખાતે છેલ્લા ઘણાં વર્ષોથી રાષ્ટ્રીય કક્ષાની દરિયાઈ સ્વિમિંગ કોમ્પિટેશનનું આયોજન કરવામાં આવે છે. તેમાં આણંદની ટીમ પણ છેલ્લા અગિયાર વર્ષથી ભાગ લઈ રહી છે.  ફક્ત  ભાગ જ નહીં પરંતુ, ઘણા ઇનામો મેળવી વિજેતા પણ બને છે. તેમાં આ વખતે જસવન્તિબેન સુવાગિયાએ એક અને પાંચ કિલોમીટર તરણ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક  મેળવ્યો છે ત્યારે આણંદની ટીમ માટે ગૌરવની વાત છે 

    દરિયાઈ તરણ સ્પર્ધાનું આમ તો વિશ્વભરમાં આયોજન કરવામાં આવે છે પણ પોરબંદરમાં યોજવામાં આવતી આ તરણ સ્પર્ધા અનોખી છે અને તેમાં ભાગ લેવા માટે ભારતભરમાંથી લોકો આવે છે તેમાં આણંદ ટીમ પણ ભાગ લેતી હોય છે ખાસ વાત એ હોય છે કે આણંદ જિલ્લા માટે સ્પર્ધાની તૈયારી માટે દરિયો ના હોવા છતાં સ્વિમિંગ પુલમાં આ સ્પર્ધા માટેની તૈયારી કરાવી વિજેતા બનવા માટેની મહેનત કરાવવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply