પી.વી. સિંધુએ સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો
Live TV
-
લખનઉમાં ચાલી રહેલી સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો
આજે રમાનારી સેમીફાઈનલમાં પી.વી. સિંધુનો સામનો રશિયાની એવજેનિયા કોસેત્સ્કાયા સામે થશે. સિંધુએ ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડની સુપાનિદા કીથિંગને 11-21, 21-12, 21-17થી પરાજય આપ્યો હતો. બીજી સેમિફાઇનલમાં ભારતની માલવિકા બંસોડ અને અનુપમા ઉપાધ્યાય સામસામે ટકરાશે.
જ્યારે પુરુષોની સિંગલ્સમાં મિથુન મંજુનાથનો મુકાબલો ફ્રાન્સના આર્નોડ મર્કલે સામે થશે. મંજુનાથે ગઈકાલે રશિયાના સર્ગેઈ સિરાન્ટને 11-21, 21-12, 21-18થી હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આર્નોડે ભારતના એચ.એસ. પ્રણોયનો પરાજય આપ્યો હતો.
મિક્સ ડબલ્સની સેમિફાઇનલમાં ભારતની જોડીઓ એમ.આર. અર્જુન અને ટ્રિસા જોલીની જોડી અને ઈશાન ભટનાગર અને તનિષા ક્રાસ્ટોની જોડી વચ્ચે મુકાબલો થશે.
મેન્સ ડબલ્સની સેમિફાઇનલમાં ક્રિષ્ન પ્રસાદ ગર્ગા અને વિષ્ણુવર્ધન ગૌડ પંજલાનો મુકાબલો પ્રેમ સિંહ ચૌહાણ અને રાજેશ વર્માની ભારતીય જોડી સામે થશે. બીજી સેમીફાઈનલમાં ભારતના એમ.આર. અર્જુન અને ધ્રુવ કપિલાની જોડીનો મુકાબલો મલેશિયાના મેઈન વેઈ ચોંગ અને કાઈ વુન ટી સામે થશે.
વિમેન્સ ડબલ્સની સેમી ફાઇનલમાં આશના રોય અને હરિતા એમ. હરિનારાયણનનો મુકાબલો મલેશિયાની આના ચિંગ યીક ચેઓંગ અને તેહ મેઇ જિંગ સામે થશે. બીજી સેમિફાઇનલમાં ટ્રીસા જોલી અને ગાયત્રી પુલેલા ગોપીચંદની જોડીનો મુકાબલો મલેશિયાની લો યિન યુઆન અને વેલેરી સિઓ સામે થશે.
