ICCએ ટી-20 વર્લ્ડ કપ 2022ના કાર્યક્રમની જાહેરાત કરી, 23 ઓક્ટોબરે ભારત-પાકની મેચ
Live TV
-
T-20 વર્લ્ડ કપ 2021નો માહોલ ઠંડો નથી પડ્યો તેટલામાં ICCએ ટી-20 વર્લ્ડ કપ 2022ના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ટી-20 વર્લ્ડ કપની શરૂઆત 16 ઓક્ટોબરથી થશે જે 13 નવેમ્બર 2022 સુધી ચાલશે. આ કાર્યક્રમ મુજબ, ભારત તેની પ્રથમ મેચ પાકિસ્તાનની વિરુદ્ધ 23 ઓક્ટોબરના રોજ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે.
ઓસ્ટ્રોલિયાના સાત શહેરને ટી-20 વર્લ્ડ કપ 2022 માટે પસંદ કરાવામાં આવ્યા છે. ICC ટી-20 વર્લ્ડ કપ 2021નું સમાપન દુબઈમાં થયું હતુ. જેમાં ઓસ્ટ્રેલિયા વિજેતા રહ્યું હતુ. ટી-20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ 13 નવેમ્બરે મેલબર્નમાં રમાશે. ટૂર્નામેન્ટમાં કુલ 45 મેચ ઓસ્ટ્રોલિયાના 7 અલગ-અલગ શહેર- એડિલેડ, બ્રિસ્બેન, જિલોંગ, હોબાર્ટ, મેલબર્ન, પર્થ અને સિડનીમાં રમાશે. ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ શ્રીલંકા અને નામીબિયા વચ્ચે રમાશે.
