દક્ષિણ આફ્રિકાના પાર્લમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વનડે મેચ આજે રમાશે
Live TV
-
આજે સાઉથ આફ્રિકાના પાર્લમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વનડે મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. ઉલ્લેખનીય છે કે પહેલા ટેસ્ટ સિરીઝ અને ત્યાર પછી પહેલી વનડે મેચમાં મળેલી હાર બાદ આજે ભારત ટીમ માટે કરો અથવા મરો સમાન જંગ રહેશે. આજે ટીમ ઈન્ડિયા વનડે શ્રેણિમાં બરાબરી કરવા મેદાનમાં ઉતરશે તો દક્ષિણ આફ્રિકની ટીમ બીજી મેચની સાથે સિરીઝ જીતવા માટે મેદાનમાં ઉતરશે.
આજે ભારતીય ટીમ પહેલી મેચમાં થયેલી ભૂલોને સુધારી નવી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. જો પહેલી મેચની વાત કરીએ તો ભારતીય ટીમની હારનું કારણ તેમની બેટિંગમાં ખરાબ પ્રદર્શન જ હતું. કોહલી અને શિખર ધવન સિવાય કોઈ બેટર આફ્રિકાના બોલર સામે નહોતા ટકી શક્યા. એવામાં આજની બીજી વન-ડેમાં સુર્યકુમાર યાદવને મોકો મળી શકે છે. આંકડાઓની વાત કરીએ તો ભારતીય ટીમ અત્યાર સુધી 1 જ વાર આફ્રિકાની જમીન પર શ્રેણી જીતવામાં સફળ રહ્યું છે. 2018માં ભારતની ટીમે દક્ષિણ આફ્રિકાને તેના જ ઘરમાં 6 મેચની સિરિઝમાં 5-1થી મ્હાત આપી હતી.
