ભારત અને દક્ષિણ આફ્રિકાની ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા એ 31 રનથી મેળવી જીત
Live TV
-
ભારત અને દક્ષિણ આફ્રિકાની ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા એ 31 રનથી જીત મેળવી છે. મેચમા ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકા એ 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 296 રન કર્યા હતા. કેપ્ટન ટેમ્બા બાવુમા એ 110 રન રેસી વાન ડેર ડુસેને અણનમ 129 રનની ઇનિગ રમી હતી. તેના જ્વાબમા ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટ પર 265 રન જ કરી શકી હતી. ભારત તરફથી શિખર ધવને સૌથી વધુ 79 રન કર્યા હતા. તો વિરાટ કોહલી એ 51 રન કર્યા હતા.આ ઉપરાંત શાર્દુલ ઠાકુર 43 બોલમાં 50 રન કરી અણનમ રહ્યા હતા.તો વેસ્ટ ઇંડિઝમાં રમાઇ રહેલ અંડર 19 ક્રિકેટ વિશ્વ કપમા ભારતીય ટીમનુ શાનદાર પ્રદર્શન જારી છે. ભારતે સતત બીજા મુકાબલામાં જીત હાંસલ કરી છે.બુધવારે રમાયેલ મેચમાં ટીમ ઇન્ડિયાએ આયર્લેન્ડની ટીમને 174 રને હરાવ્યુ હતુ. આ જીત સાથે જ ભારતીય ટીમ સુપરલીગ સ્ટેજમાં પહોંચી ગઇ છે. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવી 307 રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેના જવાબમાં આયર્લેન્ડની ટીમ 133 રન જ કરી શકી હતી.
