Skip to main content
Settings Settings for Dark

ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચે એકદિવસીય મેચની શ્રેણીની આવતીકાલથી શરૂઆત

Live TV

X
  • ભારત- દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની શ્રેણીના શરૂઆત આવતીકાલથી દક્ષિણ આફ્રિકાના પાર્લ ખાતે થશે. બીજી એકદિવસીય મેચ 21 જાન્યુઆરી અને ત્રીજી અને અંતિમ એકદિવસીય મેચ 23 જાન્યુઆરીએ રમાશે. આગાઉ ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાની 2-1 થી જીત થઇ હતી. ભારત પાસે દક્ષિણ આફ્રિકાની ધરતી પર પ્રથમ વાર ટેસ્ટ શ્રેણી જીતવાનો અવસર હતો પણ મજબૂત બેટીંગ પ્રદર્શન દ્વારા આફ્રિકાએ જીત મેળવી હતી. ભારત તરફથી કે એલ રાહુલ ટીમનું નેતૃત્વ કરશે અને દક્ષિણ આફ્રિકા તરફથી ટેમ્બા બવુમા ટીમનું નેતૃત્વ કરશે. 

    વિરાટ કોહલીને 7 વર્ષમાં કપ્તાન નહીં પણ એક ખેલાડી તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરતા જોવા ભારતીય ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ હશે. કે એલ રાહુલ ઇજાગ્રસ્ત રોહિત શર્માની ગેરહાજરીમાં ભારતનું નેતૃત્વ કરશે, જસ્પ્રીત બુમરાહ ટીમના ઉપ કપ્તાન રહેશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply