ઓસ્ટ્રેલિયન ઓપન 2022
Live TV
-
ટેનિસમાં વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા દિવસે આજે પૂરૂષ એકલ વર્ગમાં વિશ્વના બીજા ક્રમાંકિત ખેલાડી ડેનિલ મેડવેડેવ, ત્રણ વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા બ્રિટનના એન્ડી મરે, રશિયાના રૂબલેવ અને ઓસ્ટ્રેલિયાના નિક કિર્યોસે બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે..
મહિલા એકલ વર્ગમાં 16મી ક્રમાંકિત ખેલાડી અને 2016ની ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતા જર્મનીની એન્જલિક કર્બરની પ્રથમ રાઉન્ડમાં હાર થઇ છે.બીજી ક્રમાંકિત ખેલાડી સબાલેન્કા, 12મી ક્રમાંકિત ખેલાડી રિબાકિના, બે વખતની ગ્રાન્ડ સ્લેમ વિજેતા સિમોના હેલેપ, રશિયાની પાવલ્યુચેન્કોવા અને 7મી ક્રમાંકિત ખેલાડી ઇગા સ્વિયાટેકે પ્રથમ રાઉન્ડના મુકાબલામાં જીત મેળવી બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે.
