એશિયન એરગન ચેમ્પીયનશીપમાં ભારતીય નિશાનેબાજોએ ચાર સુવર્ણ ચંદ્રકો જીત્યાં
Live TV
-
એશિયન એરગન ચેમ્પીયનશીપમાં ભારતીય નિશાનેબાજોએ ગઈકાલે સતત
બીજા દિવસે ચાર સુવર્ણ ચંદ્રકો જીત્યા છે. આ સાથે સુવર્ણ ચંદ્રકોની કુલ સંખ્યા બાવીસ
થઈ છે. ગઈકાલે પ્રથમ ચંદ્રક મહિલા 10 મીટર એર પીસ્ટલ ઈવેન્ટમાં મળ્યો. જેમાં રીધમ
સંધાવાને, પલકને 16-8 થી હરાવી બીજો આંતરરાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. 10 મીટર એર પીસ્ટલ મહિલા જુનિયર ઈવેન્ટમાં મનુ ભાકરે, એશા સિંધને 17-15 થી હરાવી સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.ભારતીય પુરુષોની સીનીયર અને જુનિયર 10 મીટર એર પીસ્ટલ ટીમોએ પણ
પોતપોતાની ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રકો જીત્યા છે. શિવ નરવાલ, નવીન અને વિજયવીરની સીનીયર ટીમે દક્ષિણ કોરીયાની ટીમને 16-14 થી હરાવી હતી તો સાગર ડાંગી, સમ્રાટ રાના અને વરૂણ તોમરની જુનીયર ટીમે ઉઝબેકિસ્તાનની ટીમને 16-2 થી હરાવી હતી. ગઈકાલે ચાર સુવર્ણ ઉપરાંત એશા સિંહ અને પલક બંન્નેએ મેળવેલા રજત સહિત ભારતે અત્યાર સુધીમાં 22 સુવર્ણ આઠ રજત અને ચાર કાંસ્ય મળી કુલ 34 ચંદ્રકો જીત્યા છે.
