Skip to main content
Settings Settings for Dark

એશિયન સ્ક્વોશ ટીમ ચેમ્પિયનશિપમાં ભારતીય પુરૂષ ટીમે જીત્યો પ્રથમ સુવર્ણચંદ્રક

Live TV

X
  • એશિયન સ્ક્વોશ ટીમ ચેમ્પિયનશિપમાં, ભારતીય પુરૂષ ટીમે આજે પ્રથમ સુવર્ણચંદ્રક જીત્યો છે. દક્ષિણ કોરિયાના ચેઓંગજુમાં રમાયેલી ફાઇનલમાં ભારતીય રમતવીરોએ કુવૈતને સીધા સેટમાં હરાવ્યું. સૌરવ ઘોષાલ અને રામિત ટંડને 2-0થી હાર આપી હતી. રામિત ટંડને, અલી અરામેઝીને 11-5, 11-7, 11-4થી હર આપી અને સૌરવ ઘોષાલે, અમ્મર અલ્તામીમીને 11-9, 11-2, 11-3થી હરાવ્યા હતા.

    2014માં એશિયાઈ રમતોત્સવમાં સ્ક્વોશમાં સુવર્ણચંદ્રક જીત્યા બાદ ભારતીય પુરુષ ખેલાડીઓની ટીમની આ સૌથી મોટી જીત છે. ભારતીય પુરુષ ટીમે ચેમ્પિયનશિપમાં ત્રણ રજતચંદ્રક અને સાત કાંસ્યચંદ્રક જીત્યા છે. ઉલ્લેખનીય છે કે મહિલા એશિયન ટીમ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા ટીમે કાંસ્યચંદ્રક જીત્યો છે. સેમિફાઇનલમાં મલેશિયા સામે 1-2થી હારી ગયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply