Skip to main content
Settings Settings for Dark

ભારતીય મહિલા બોક્સર મિનાક્ષી અને પ્રીતિએ એશિયન એલીટ બોક્સીંગ ચેમ્પિયનશીપની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું

Live TV

X
  • ભારતીય મહિલા બોકસર મિનાક્ષી અને પ્રિતિએ જોર્ડનના પાટનગર અમાનમાં ચાલી રહેલી એશિયન એલીટ બોક્સીંગ ચેમ્પિયનશીપની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. શનિવારે રમાયેલ ક્વાટર ફાઇનલમાં જીત સાથે મિનાક્ષી અને પ્રિતિએ કાસ્ય પદક નિશ્ચીત કર્યો છે.

    મિનાક્ષીએ 52 કિલોગ્રામ વર્ગના રાઉન્ડમાં ફિલીપીન્સના સ્પર્ધકને હરાવી હતી. જ્યારે પ્રિતિએ 57 કિલોગ્રામ વર્ગના રાઉન્ડમાં ઉઝબેકિસ્તાનની શિતોરા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

    2022 વિશ્વ ચેમ્પિયનશીપ કાંસ્ય ચંદ્રક વિજેતા પરવીને 63 કિલો ગ્રામ વર્ગમાં થાઈલેન્ડની પાનપચારા સોમનુએકને 5-0થી હાર આપી હતી. ભારતની અંકુશિતા બોરોએ ભારત માટે એક વધુ ચંદ્રક નિશ્ચિત કરતા 66 કિલો વર્ગના ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં જાપાનની તસુબાતા અર્સિયાને 5-0થી હાર આપી હતી. આ અગાઉ મિનાક્ષી અને પ્રીતિના સેમિફાઈનલમાં પ્રવેશે 2 ચંદ્રક નિશ્ચિત કર્યા તો સાક્ષીને ક્વાર્ટર ફાઈનલમાં હાર મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply