ભારતે ઝિમ્બાબ્વેને હરાવીને ટી- 20 વિશ્વ કપના સેમિફાઈનલમાં પ્રવેશ મેળવ્યો
Live TV
-
ઓસ્ટ્રેલીયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી- 20 વિશ્વ કપ ક્રિકેટના સેમીફાઇનલ માટે આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મુકાબલો રમાયો. આ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતે પાંચ વિકેટ ગમાવિને 186 રના બનાવ્યા અને ઝિમ્બાબ્વેને જીતવા માટે 187 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારત તરફથી કે.એલ રાહુલ 51 રનની અને સુર્યકુમાર યાદવે 61 રન બનાવ્યા હતા.
જેના જવાજમાં ઝિમ્બાબ્વની આખી ટીમ માત્ર 115 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઈ હતી. ભારતે ઝિમ્બાબ્વેને 71 રને હરાવીને સેમી ફાઈનલમાં પ્રેવસ કર્યો છે. ભારતના બોલરોની વાત કરવામાં આવે તો અશ્વિને 4 વિકેટ ઝડપી અને મહમદ સામી અને હાર્દીક પંડ્યાએ 2-2 વિકેટો ઝડપી હતી. ભારત અત્યાર સુધીના સુપરટ્વેલની પાંચ મેચોમાંથી માત્ર એક જ મેચ હારી છે. આજની ઝિમ્બાબ્વે સામેની મેચમાં જીતને કારણે ભારત ગ્રુપ-બી ની વિનર રહી છે. હવે પછી 10 નવેમ્બરના રોજ ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ રમાશે. જ્યારે પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ વચ્ચે 9 નવેમ્બરના રોજ સેમિફાઇનલની મેચ રમાશે.તો બીજી તરફ આજે સવારે રમાયેલી અન્ય મેચોની જો વાત કરવામાં આવે તો એડિલેડ ઓવલમાં ચાલી રહેલી ટી-ટવેન્ટી વિશ્વ કપ ક્રિકેટ મેચમાં ભારે અપસેટ સર્જીને નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 13 રને પરાજય આપ્યો છે. જેથી ભારતનું સેમીફાઇનલમાં સ્થાન નિશ્ચિત થયું છે. અન્ય એક મેચમાં પાકિસ્તાને બાંગ્લાદેશ સામે પાંચ વિકેટે 128 રન કરીને વિજય મેળવ્યો છે.
