ઓલિમ્પિકમાં તલવારબાજ ભવાની દેવીની ફ્રાન્સની મેનન સામે હાર; ભવાની દેવીએ હારીને પણ ઈતિહાસ રચ્યો
Live TV
-
ઓલિમ્પીક રમતોમાં પહેલીવાર તલવારબાજીમાં ક્વોલિફાઇ કરનારી એકમાત્ર ભારતીય તલવારબાજ ભવાની દેવીએ પહેલી મેચમાં ભવાની દેવીએ ટ્યુનિશિયાની નાદિયાબેન અજીજીને 15-3થી હરાવી હતી. આ જીત સાથે ભવાની દેવીએ ટેબલ ઓફ 32 માં પ્રવેશ મેળવી લીધો હતો.
ટેબલ ઓફ 32 માં પ્રવેશ મેળવીને ભવાની દેવીનો મુકાબલો ફ્રાન્સની તલવારબાજ મેનન બ્રુનેટ સાથે થયો હતો. આ ગેમમાં મેનન બ્રુનેટએ ભવાની દેવીને 15-7થી હરાવી હતી.
ભવાની દેવીએ હારીને પણ ઈતિહાસ રચ્યો છે. ઓલિમ્પીકમાં ભારત તરફથી તલવારબાજીમાં ભાગ લેનાર પ્રથમ મહિલા અને ઓલિમ્પિકમાં તલવારબાજીમાં મુકાબલો જીતનાર પ્રથમ મહિલા ભવાની દેવી બની છે.
