ટોક્યો ઓલિમ્પિકનાં તૃતીય દિવસે ભારતનાં પ્રદર્શનનો સંક્ષિપ્ત અહેવાલ
Live TV
-
ટોકિયો ઓલિમ્પિકમાં સોમવારે મહિલા તલવાર બાજ ભવાની દેવીએ પ્રથમ રાઉન્ડમાં ટ્યુનિશિયાની બેન અજિજી નાદિયાને હરાવી હતી પરંતુ બીજા રાઉન્ડમાં ફ્રાન્સની મેનોન બ્રુનેટ સામે 7-15 થી હાર થઇ હતી. ઓલિમ્પિકમાં તલવાર બાજીમાં ભાગ લેનાર ભવાની દેવી પ્રથમ ભારતીય છે અને તેથી તેમણે આજે ઈતિહાસ રચ્યો હતો. ટેબલ ટેનિસમાં ભારતના શરથ કમલે બીજા રાઉન્ડમાં 4-2 થી પોર્ટુગલના એપોલોનીયા સામે જીત મેળવી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. તો સુતિર્થા મુખરજીની બીજા રાઉન્ડમાં અને માનિકા બત્રાની ત્રીજા રાઇન્ડમાં હાર થઇ હતી. ટેનિસમાં ભારતના સુમિત નાગલની બીજા રાઉન્ડની મેચમાં ડેનિલ મેડવેડેવ સામે સીધા સેટમાં 2-6,1-6 થી હાર થઇ હતી. તીરંદાજીના પુરષ ટીમ ઇવેન્ટમાં તરૂણદીપ રાય, અતનુ દાસ અને પ્રવિણ જાધવની ટીમે કઝાકિસ્તાનની ટીમને 6 -0થી પરાજીત કરી ક્વાટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું જેમા તેમની કોરિયા સામે 6-0થી હાર થઇ હતી. બેડમિંટનમાં પુરૂષોની ડબલ્સ પ્રતિયોગિતામાં ગ્રુપ એ ની મેચમાં ભારતીય જોડી રાંકીરેડી સાતવિકસ્વરાજ અને ચિરાગ શેટીની ઇન્ડોન્શિયાની પ્રથમ ક્રમાંકિત જોડી સામે હાર થઇ હતી. મુક્કાબાજીમાં ભારતના મુ્ક્કાબાજ આશિષ કુમારની 75 કિગ્રામ વર્ગમાં હાર થઇ હતી. પુરૂષોની 200 મીટર બટરફ્લાઇ-હીટ 2 માં સજન પ્રકાશ ચોથા સ્થાને રહ્યો હતો. એકંદરે 200 મીટર બટરફ્લાઇમાં સજન પ્રકાશ 24 માં સ્થાને રહ્યો હતો. મહિલા હોકીમાં સાંજે ગ્રુપ એ ની મેચમાં ભારતનો સામનો જર્મની સામે થશે. ભારતીય ટીમનો આ બીજો મુકાબલો હશે પ્રથમ મેચમાં ભારતની નેધેરલેન્ડ સામે 5-1થી હાર થઇ હતી.
મંગળવારે ઓલિમ્પિકમાં બેડમિંટનમાં પુરૂષોની ડબલ્સ પ્રતિયોગિતામાં ગ્રુપ એ ની મેચમાં ભારતીય જોડી રાંકીરેડી સાતવિકસ્વરાજ અને ચિરાગ શેટી બ્રિટનની જોડી સામે ટકરાશે. બોક્સિંગમાં અંતિમ 16ના મુકાબલામાં ભારતની લવલિના બોર્ગોહેનનો સામનો જર્મનીની મુક્કાબાજ સામે થશે. પૂરૂષ હોકીમાં ગ્રુપ એ ની મેચમાં ભારત અને સ્પેન આમને-સામને થશે. ટેબલ ટેનિસમાં ભારતના શરથ કમલ ત્રીજા રાઉન્ડમાં રીઓ 2016ના સુવર્ણ ચંદ્રક વિજેતા ચાઇનાના મા લોંગ સામે રમશે. શુટીંગમાં 10 મીટર એપ પીસ્ટલ ટીમમાં ભારતના મનુ ભાકર અને સૌરભ ચોધરી પર ચાહકોની નજર રહેશે. એજ વર્ગમાં યશશ્વિની દેશવાલ અને અભિષેક વર્મા પણ ભારતનુ પ્રતિનિધિત્વ કરશે. 10 મીટર એર રાઇફલ ટીમમાં ભારતની જોડી એલાવેનિલ વલારિવન અને દિવયાંશ પનવર, અને બીજી જોડી અંજુમ મોડગિલ અને દિપક કુમાર પર મેડલની આશા રહેશે. મહિલા હોકીમાં ભારતની જર્મની સામે 2-0 થી હાર થઇ છે. ભારતની પ્રતિયોગિતામાં આ બીજી હાર છે. ભારતની ગુર્જીતે પેનલ્ટી સ્ટ્રોક ગુમાવ્યો હતો. જયારે લોરેન્સે 12 મી મિનિટમાં પ્રથમ ગૉલ કર્યો હતો.
