Skip to main content
Settings Settings for Dark

કોચી વોલીબોલ ગ્રાન્ડ ફિનાલેમાં અમદાવાદની ટીમ 2-3 થી વિજેતા થઈ ચેમ્પિયન બની

Live TV

X
  • કોચી ખાતે રમાયેલી વોલીબોલ ગ્રાન્ડ ફિનાલેમાં અમદાવાદની ટીમ વોલીબોલ લીગ ટુર્નામેન્ટમાં વિજેતા બની હતી. દેશના યુવાનોને વોલીબોલની રમત અંગે જાગૃત કરવા માટે અને વધુને વધુ યુવાનો વોલીબોલની રમતને સ્પોર્ટ્સ હોબી તરીકે અપનાવે તે માટે આ પ્રાઇમ વોલીબોલ લીગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેંગલુરુ,ચેન્નાઈ, કોચી અને કોલકતા, મુંબઈ સહિતની કુલ આઠ ટીમો વચ્ચે સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ફાઇનલ સ્પર્ધામાં, બેંગલુરુ અને અમદાવાદ વચ્ચે યોજવામાં આવી હતી. સ્પર્ધાના અંતે 

    અમદાવાદની વોલીબોલ ટીમ 2-3 થી વિજેતા થતા ચેમ્પિયન જાહેર કરવામાં આવી હતી. આગામી વર્ષે અમદાવાદની ટીમ,  હવે ડિફેન્ડર્સ વર્લ્ડ ક્લબ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા ખેલાડીઓની ટીમ, આજે અમદાવાદ ખાતે આવી પહોંચી હતી , રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ ખેલો ઇન્ડિયા જેવા અભિયાન દ્વારા યુવાઓને રમત ગમત ક્ષેત્રે, પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ગુજરાતના વધુમાં વધુ યુવાનોને રમત ગમતમા જોડાવા માટે વોલીબોલના ખેલાડીઓ અને કોચ ડી.જી .ચૌધરીએ અપીલ કરી હતી 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply