ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારત પ્રથમ દાવમાં 191 રનથી પાછળ
Live TV
-
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ ખાસ બની ગઈ છે. તેનું કારણ પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યા છે. અમદાવાદમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી અને અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે પ્રથમ દાવમાં ત્રણ વિકેટે 289 રન કર્યાં છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટ ગુજરાતના અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. લંચ સુધીમાં ઓસ્ટ્રેલિયન ટીમે 2 વિકેટ ગુમાવીને 75 રન બનાવી લીધા છે.
યજમાન ટીમે ગઈકાલે સવારે વિના વિકેટે 36 રનના પોતાના સ્કોરથી દાવ શરૂ કર્યો હતો અને વધુ 253 રન કર્યાં હતાં. શુભમન ગીલે સૌથી વધુ 128 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 69 અને રવિન્દ્ર જાડેજા 16 રન સાથે મેદાનમાં અણનમ રહ્યાં હતાં. બીજા દિવસે ઓસ્ટ્રેલિયની ટીમ 480 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી આર. અશ્વિને છ વિકેટ લીધી હતી. ભારત હજુ 191 રનથી પાછળ છે.
