Skip to main content
Settings Settings for Dark

સ્પોર્ટ્સ સંકુલ યોજના અંતર્ગત ખેલાડીઓને સંબંધિત રમતના કોચ દ્વારા સઘન તાલીમ આપવામાં આવે છે: રમત-ગમત મંત્રી હર્ષ સંઘવી

Live TV

X
  • રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતના રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને સ્પોર્ટ્સ સંકુલ યોજના અંતર્ગત સંબંધિત રમતના કોચ દ્વારા સઘન તાલીમ આપી ખેલાડીઓની પ્રતિભાને વધુ ઉજાગર કરવાનો પ્રયાસ રમત ગમત વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમરેલીમાં સ્પોર્ટ સંકુલ યોજના અંતર્ગત ખેલાડીઓને મળેલા લાભ અંતર્ગત રમત ગમત મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં જિલ્લા કક્ષા યોજના અંતર્ગત એક શાળા આવેલ છે આ શાળામાં ૨૪૮ ખેલાડીઓએ આ યોજનાનો લાભ લીધો છે આ યોજના અંતર્ગત બે વર્ષમાં ખેલાડીઓ પાછળ કેટલો ખર્ચ થયેલ છે તે સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું કે  રૂ.૪,૧૩,૧૨,૦૫૩ ખર્ચ કરવામાં આવ્યો છે.

    સંકુલ યોજના અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં રમતગમત મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં નામાંકિત શાળાઓમાં અને મેદાનો ઉપલબ્ધ હોય તેવી શાળાઓમાં પીપીપી મોડેલથી આ યોજના  ૨૦૧૩-૧૪માં શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ખેલાડીઓને પ્રતિભાવવંત કોચ તાલીમ આપવામાં આવેલ છે. ખેલાડીઓ પાછળ કરવામાં આવતા ખર્ચ સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું છે પ્રત્યેક ખેલાડી પાછળ રૂપિયા ૧.૬૮ લાખ ખર્ચ કરવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply