ક્રિકેટર હરભજનસિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની કરી જાહેરાત
Live TV
-
ભારતીય ક્રિકેટ ટીમના ઓફ સ્પિનર હરભજન સિંહે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી છે. હરભજન સિંહે ટ્વીટર પર વીડિયો શેર કરી જાણકારી આપી છે. હરભજન સિંહે 23 વર્ષ સુધી ક્રિકેટમાં યોગદાન આપ્યું છે. 41 વર્ષીય હરભજન સિંહે વીડિયો બનાવી ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની વાત કરી. હરભજન સિંહે વીડિયોમાં જણાવ્યું કે- તેઓ લાંબા સમયથી ક્રિકેટ રમી નથી રહ્યા પરંતુ IPLમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ સાથે જોડાયેલા હોવાના કારણે નિવૃતિ લઈ શક્યા નહોંતા. હરભજન સિંહે તેમના કોચ, સિનિયર ક્રિકેટર્સ તેમના સાથી મિત્રો અને તેમના પ્રશસંકોનો આભાર માન્યો હતો. હરભજન સિંહે ભારત માટે પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ વર્ષ 2016માં UAE વિરુદ્ધ એશિયા કપ ટી-20 રમી હતી. હરભજન સિંહે પોતાના પરિવાર સાથે વધુ સમય ગાળવાની વાત વીડિયોમાં કરી છે. હરભજનની કારકિર્દીની વાત કરીએ તો તેઓ પહેલા ભારતીય ખેલાડી રહ્યા જેમણે કોલકત્તામાં ટેસ્ટ મેચમાં હેટ્રિક લીધી છે. વર્ષ 2007 ટી-20 વર્લ્ડ કપ અને વર્ષ 2011ના વર્લ્ડકપની વિનિંગ ટીમના હરભજન સિંહ હિસ્સેદાર રહ્યા છે.
