નીરજ ચોપડાના જન્મદિવસ પર શુભેચ્છાઓનો વરસાદ, વર્ષ 2021માં દેશવાસીઓનું વધાર્યું ગૌરવ
Live TV
-
24 ડિસેમ્બરે ભારતના એથ્લિટ નીરજ ચોપડાનો જન્મદિવસ હોય છે. દેશભરમાં રમતપ્રેમીઓ નીરજ ચોપડાને સોશિયલ મીડિયાના માધ્યમથી જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે. નીરજ ચોપડા પહેલા ભારતીય છે જેમને એથ્લેટિક્સમાં ભારતને ગોલ્ડમેડલ અપાવ્યો છે. નીરજ ચોપડાએ ભારતનું 121 વર્ષ જૂનું સ્વપન પૂર્ણ કર્યું છે. નીરજ ચોપડાનો જન્મ વર્ષ 1997માં હરિયાણાના પાણીપતમાં ખેડૂત પરિવારમાં થયો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપડાને બધા ગોલ્ડન બોયના નામથી ઓળખે છે. નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટર દૂર ભાલો ફેંક્યો હતો અને સ્વર્ણપદક પોતાના નામ કર્યુ હતું. ઓલિમ્પિકના ઈતિહાસમાં સિંગલ ઈવેન્ટમાં ભારતનો આ બીજો મેડલ છે. નીરજ ચોપડા હાલ અમેરિકામાં તાલીમ લઈ રહ્યા છે. નીરજની ટ્રેનિંગ 90 દિવસની છે. ઓલિમ્પિકમાં ટ્રેનિંગ આપનાર જર્મન કોચ બાટોનિએઝ નીરજને ટ્રેનિંગ આપી રહ્યા છે.
