દુબઈમાં અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે ભારત પાકિસ્તાન આમને સામને
Live TV
-
દુબઇમાં અંડર-19 એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. ટૂર્નામેન્ટમાં ભારતનો આ બીજો મુકાબલો છે. પ્રથમ મેચમાં ભારતે યુએઈ સામે 154 રને જીત મેળવી હતી. જેમાં ટીમ ઇન્ડિયાના હરનૂર સિંઘે મહત્વની ભૂમિકા અદા કરી હતી. હરનૂરે 130 બોલમાં 120 રન કર્યા હતા. તો પાકિસ્તાને પોતાના પ્રથમ મુકાબલામાં અફઘાનિસ્તાનને 4 વિકેટથી હરાવ્યુ હતુ.
આજે શરુ થયેલા આ મુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારત અત્યારે 89 રન પર 4 વિકેટના નુકશાને બેટિંગ કરી રહ્યું છે. ભારત તરફથી હરનૂર સિંઘ 41 રને તેમજ રાજ બાવા 12 રને બેટિંગ કરી રહ્યા છે.
બીજી બાજુ પાકિસ્તાનના ઝીશાન ઝમીરે 3 વિકેટ ઝડપીને ભારત માટે મુશ્કેલીઓ ઉભી કરી છે.
