Skip to main content
Settings Settings for Dark

ક્રિકેટ: ઇંગ્લેન્ડ - ન્યૂઝીલેન્ડ પ્રથમ ટેસ્ટ ડ્રો

Live TV

X
  • ઇંગ્લેન્ડના લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી ઇંગ્લેન્ડ - ન્યૂઝીલેન્ડ 2 ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડ્રોમાં પરિણમી હતી. પાંચમાં દિવસે ન્યૂઝીલેન્ડે લંચ બ્રેક પર તેમની ઇનિંગની સમાપ્તિની ઘોષણા કરી ઇંગ્લેન્ડને જીત માટે 75 ઓવરમાં 273 રનનો લક્ષ્ય આપ્યો હતો. ઇંગ્લેન્ડે જવાબમાં દિવસની રમત સમાપ્ત થઇ ત્યારે 70 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 170 રન કર્યા હતા. ત્યારે બંને કેપ્ટને મેચને ડ્રો પર સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. ઓલિ પોપ 20 રન અને ડોમ સિબલી 60 રન કરી નોટ આઉટ હતા. 

    ન્યૂઝીલેન્ડ તેની પ્રથમ ઈંનિંગમાં  378 રન કરી ઓલઆઉટ થઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી કોનવે એ શાનદાર 200 રન ફટકાર્યા હતા અને ઇંગ્લેન્ડ તરફથી રોબિન્સને 4 વિકેટ ઝડપી હતી. વરસાદના લીધે ટેસ્ટનો ત્રીજો દિવસ ધોવાઇ ગયો હતો. ઇંગ્લેન્ડ જવાબમાં 275 રન કરી ઓલ આઉટ થઇ હતી. રોરી બર્નસે 132 રન કર્યા હતા અને સાઉથીએ 6 વિકેટ ઝડપી હતી. ન્યૂઝીલેન્ડે તેની બીજી ઇનિંગમાં 6 વિકેટ ગુમાવી 169 કર્યા હતા. શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ એજબેસ્ટન ખાતે 10 જૂનથી શરૂ થશે. 

    ન્યૂઝીલેન્ડ બે ટેસ્ટની શ્રેણી પછી ભારત વિરુદ્ધ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમશે જે 18 જૂનથી રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply