ફૂટબૉલ: ભારત બાંગ્લાદેશ એશિયન કપ ક્વોલિફાઇંગ મેચ
Live TV
-
વિશ્વ કપ 2022 અને એશિયન કપ 2023ના સંયુકત ક્વોલિફાઇંગ મુકાબલામાં આજે ભારત બાંગ્લાદેશ સામે રમશે. ભારત માટે આ મેચ જીતવી અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત વિશ્વ કપમાં સ્થાન મેળવવામાંથી બહાર થઇ ગયું છે, પણ એશિયન કપ 2023 માટે ક્વોલિફાય કરવાની ભારતની આશા જીવંત છે. હાલમાં ભારત ગ્રુપ E માં 6 મેચમાં ફક્ત 3 અંક સાથે ચોથા સ્થાન પર છે. ચોથા સ્થાન પર રહેનાર ટીમમાંથી ફક્ત ટોપ 4 ટીમને ઑટોમૅટિક ક્વોલિફાય કરવાની તક મળશે. પરંતુ ચોથા સ્થાન પરની ટીમમાંથી ભારતની જો વાત કરીયે તો તેનાથી 6 અન્ય ટીમના તેનાથી વધુ અંક છે. ગ્રુપમાં 2 અંક સાથે નીચલા સ્થાન પર રહેલી બાંગ્લાદેશ પણ મેચ જીતવાના હેતુ સાથે મેદાન પર ઉતરશે.
