ટેનિસ: રોજર ફેડરર ચોથા રાઉન્ડની મેચ પેહલા ફ્રેન્ચ ઓપન છોડી દીધું
Live TV
-
રોજર ફેડરરે સોશ્યિલ મીડિયા પર પોસ્ટ મૂકી કહ્યું હતું કે તે હવે ફ્રેન્ચ ઓપનમાં ભાગ નહીં લઇ શકે. ફેડરરે વધુમાં જણાવ્યું હતું કે તેને ઢીંચણની બે સર્જરી કરાવી હોવાથી અને એક વર્ષની સારવાર પછી હવે આગળની ટેનિસ પર વધુ ધ્યાન આપશે. ફેડરરે અગાઉ જણાવ્યું હતું કે તે ફ્રેન્ચ ઓપન જીતવા માટે ફેવરીટ નથી. 20 વખતનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રોજર ફેડરર વિમ્બલ્ડન જીતવા માટે પ્રબળ દાવેદારમાંથી એક છે તેથી તેને વિમ્બલ્ડનમાં રમતા જોઇ શકાશે. ફેડરરે તેની કારકિર્દીમાં 8 વખત વિમ્બલ્ડન ટાઇટલ જીતી ચુક્યો છે. ફ્રેન્ચ ઓપનમાં આજે નડાલ સિન્નર વિરુદ્ધ અને જોકોવિચ મુસેટી વિરુદ્ધ તેમના ચોથા રાઉન્ડની મેચ રમશે.
