Skip to main content
Settings Settings for Dark

ફૂટબૉલ: ક્વોલિફાઇંગ મેચમાં ભારતની બાંગ્લાદેશ સામે 2-0થી જીત

Live TV

X
  • વિશ્વ કપ 2022 અને એશિયન કપ 2023ના સંયુકત ક્વોલિફાઇંગ મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને 2-0થી હરાવ્યો હતો. ભારતે આ જીત સાથે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ ગ્રુપમાં પ્રથમ જીત નોંધાવી હતી. ભારત માટે આ મેચ જીતવી અત્યંત મહત્વપૂર્ણ હતી. ભારત તરફથી સુનીલ છેત્રીએ બંને ગોલ ફટકાર્યા હતા. પ્રથમ હાફમાં બંને ટીમ ગોલ કરવામાં નિષ્ફળ રહી હતી. 79મી મિનીટમાં ભારતને ગોલ કરવામાં સફળતા મળી હતી અને બીજો ગોલ ઇંજરી ટાઇમમાં થયો હતો. ભારતીય ટીમના હવે ગ્રુપ ઇ માં 7 મેચમાંથી 6 પોઇન્ટ છે અને એએફસી 2023 એશિયન કપ ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડમાં ઓટોમેટિક ક્વોલિફાય થવાની આશાને જીવંત રાખી છે. સુનીલ છેત્રીએ આ બે ગોલની મદદથી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીમાં હવે બીજા સ્થાન પર છે. તેમણે કુલ 74 ગોલ કર્યા છે. 103 ગોલ સાથે રોનાલ્ડો પ્રથમ સ્થાને છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply