ટેનિસ: ફ્રેન્ચ ઓપનમાં જોકોવિચ અને નડાલની જીત
Live TV
-
ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ફ્રેન્ચ ઓપનની ક્વાટર્ર ફાઇનલમાં આજે બીજા ક્રમાંકિત ખેલાડી ડેનિયલ મેળવેડેવનો મુકાબલો 5માં ક્રમાંકિત ખેલાડી સ્ટેફાનોસ સિતસિપાસ સાથે થશે. અત્યાર સુધી તે બંને વચ્ચે 7 મેચ રમાઇ છે જેમાં મેડવેડેવે 6 મેચમાં જીત મેળવી છે. અન્ય મેચમાં છઠ્ઠા ક્રમાંકિત ખેલાડી એલેકઝેન્ડર ઝવેરેવનો મુકાબલો ડેવિડોવિચ ફોકિના સામે થશે. મહિલા વર્ગની ક્વાટર્ર ફાઇનલમાં ઝીડાનસેક ની મેચ બડોસા ગીબર્ટ સામે થશે અને રિબાકિના નો મુકાબલો પાવલ્યુચેનકોવા સામે થશે. ગઇકાલે એક સંઘર્ષપૂર્ણ મુકાબલામાં નોવાક જોકાવિચે મુસેટીને હરાવી અને રાફેલ નડાલે સીનરને સીધા સેટમાં હરાવી ક્વાટર્ર ફાઇનલમાં પ્રવેશ મળ્યો હતો.
