ICC ના મહિલા ટેલેન્ટ કાર્યક્રમમાં ગુજરાતની એક માત્ર મહિલા હરીની રાણાની પસંદગી
Live TV
-
ICC ના આ મહિલા ટેલેન્ટ કાર્યક્રમની શરૂઆત નવેમ્બરથી થશે
ક્રિકેટનો વ્યાપ વધારવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (ICC) વિશ્વમાં અનેક કાર્યક્રમો કરતી રહે છે. ત્યારે હવે ICC એ મહિલાઓ પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જેને ધ્યાને લઇને ICC એ વિશ્વ કક્ષાએ ક્રિકેટ અને અન્ય રમતમાં મહિલાઓ મહત્વપુર્ણ જવાબદારી ભજવે તે હેતુથી મહિલા ટેલેન્ટ કાર્યક્રમની જાહેરાત કરી છે. આ કાર્યક્રમનું નામ ‘ICC Future Leaders Programme’ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ICC એ 45 દેશમાંથી કુલ 40 મહિલાઓની પસંદગી કરી છે. મહત્વનું એ છે કે આ 40 મહિલાઓમાં એક માત્ર ગુજરાતી મહિલા હરીની રાણાની પસંદગી થઇ છે. જોકે ભારતમાંથી 2 મહિલાની પસંદગી થઇ છે. જેમાં કેરલની પુર્વ મહિલા ક્રિકેટર અને નોન ક્રિકેટ ઇવેન્ટમાં મુળ ગુજરાતની અને હાલ મુંબઇ સ્થાઇ થયેલ મહિલા સ્પોર્ટ્સ પત્રકાર હરીની રાણાની પસંદગી થઇ છે અને વિશ્વ કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
જાણો, ICC નો મહિલાઓ માટેના આ કાર્યક્રમ વિશે
ICC Future Leaders Programme થી મહિલાઓમાં રહેલ ટેલેન્ટને બહાર લાવશે અને ક્રિકેટ તથા અન્ય રમતોમાં મહત્વની જવાબદારી ભજવી શકે તે માટે તૈયાર કરવામાં આવશે. ICC આ મહિલાઓ માટે ખાસ પ્લેટફોર્મ તૈયાર કરશે અને તેમને અલગ અલગ ફિલ્ડમાં ટ્રેન કરશે. આ કાર્યક્રમ 6 મહિના સુધી ચાલશે. જેની શરૂઆત નવેમ્બર 2021માં થશે.વિશ્વ કક્ષાએ ગુજરાતનું ગૌવર વધારનાર હરીની રાણા કોણ છે?
હરીની રાણા મુળ ગુજરાતની છે અને હાલ મુંબઈ ખાતે સ્થાઇ થયેલ છે. ટીવી ન્યુઝ ચેનલમાં હરીની ભારતની બીજી અને ગુજરાતની પહેલી સ્પોર્ટ્સ એડિટર રહી ચુકી છે. એક સમયે પ્રોફેશનલ પાયલટ બનવાની ઇચ્છા ધરાવતી હરીની રાણાના પરિવારની નાણાકીય સ્થિતિ સારી ન હોવાને કારણે માસ કોવ્યુનીકેશનની ડિગ્રી લીધી અને ત્યાર બાદ છેલ્લા 13 વર્ષથી સ્પોર્ટ્સ પત્રકારની દુનિયામાં કામ કરી રહી છે. સ્પોર્ટ્સ પત્રકાર તરીકે હરીનીએ ચાર ક્રિકેટ વર્લ્ડ કપ, ટેનિસમાં ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલડન ઓપન તો લંડન અને રિયો ઓલિમ્પિક જેવી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ પણ કવર કરી ચુકી છે. હરીની રાણા મહિલા અને સ્પોર્ટ્સ માટે યુ.એસ. કાઉન્સલેટ જનરલ મુંબઈની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચુકી છે. સ્પોર્ટ્સમાં વધુને વધુ મહિલાઓ આગળ આવે અને સક્રિય થાય તે માટે હરીની રાણા હંમેશા કામ કરતી રહે છે. તે કોલેજમાં ઘણા લેક્ચર પણ લે છે જેથી સ્પોર્ટ્સમાં આગળ આવવા માટે વધુને વધુ મહિલાઓ સુધી તેમનો મેસેજ પહોંચે.ઓસ્ટ્રેલિયાની સરકારે પણ હરીની રાણાનું સન્માન કર્યું હતું
વર્ષ 2011માં ઓસ્ટ્રેલિયાના પુર્વ વડાપ્રધાન જુલિયા ગિલાર્ડએ હરીની રાણાનું સન્માન કર્યું હતું. તો માર્ચ 2020 માં ઓસ્ટ્રેલિયાની સરકારે મહિલા અને સ્પોર્ટ્સ માટે ગ્લોબલ બિઝનસ સમીટનું આયોજન કર્યું હતું જેમાં સરકારે હરીની રાણા સહિત દેશની 25 મહિલાઓને બોલાવી હતી. આ ઇવેન્ટમાં ઘણા ઓલિમ્પિક ખેલાડીઓ પણ આવ્યા હતા.
