ક્રિકેટ ટુર્નામેન્ટ માટે કચ્છના યુવાન ખેલાડી તીર્થરાજસિંહ જાડેજાની પસંદગી
Live TV
-
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા યોજાનારી 19 વયથી નાની જૂથની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે કચ્છના યુવાન ખેલાડી તીર્થરાજસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી.મૂળ અબડાસાનાં વિંઝાણ ગામના તીર્થરાજસિંહ મહાવીરસિંહ જાડેજાએ તાજેતરમાં અન્ડર-19 ડિસ્ટ્રિક્ટ કક્ષાની સ્પર્ધામાં તેજ બોલર તરીકે પાંચ મેચમાં 12 વિકેટ ઝડપી હતી. શ્રેષ્ઠ બોલર તરીકે કુચ બિહાર ટ્રોફી માટે સૌરાષ્ટ્રની ટીમમાં તેમની પસંદગી કરવામાં આવી છે. આગામી 29 ડિસેમ્બરના વડોદરા ખાતે પ્રથમ ચાર દિવસીય મેચમાં તે ભાગ લેશે.
