ખેલો ઈન્ડિયા-યુનિ. સ્પર્ધામાં પટિયાલાની પંજાબી યુનિ.એ તીરંદાજીમાં બે ગોલ્ડ જીત્યા
Live TV
-
ઓડિશાના કટકમાં ચાલી રહેલા ખેલો ઈન્ડિયા - વિશ્વવિદ્યાલય ખેલમાં પટિયાલાના પંજાબી યુનિવર્સિટીએ પુરુષો અને મહિલાઓ, બંનેની કમ્પાઉન્ડ તીરંદાજી સ્પર્ધાના ગોલ્ડ મેડલ જીત્યા...
રાજસ્થાન યુનિવર્સિટીએ બંને વર્ગોના સિલ્વર મેડલ પોતાના નામે કર્યા..પુરુષ વર્ગનું બ્રોન્ઝ મેડલ દિલ્લી યુનિવર્સિટીએ જીત્યો, જ્યારે મહિલા વર્ગનો બ્રોન્ઝ મેડલ અમૃતસરના ગુરુનાનક દેવ યુનિવર્સિટીએ પોતાના નામે કર્યા..તો આ બાજુ, ભુવનેશ્વરમાં રાજસ્થાન યુનિવર્સિટીની કૃતિકા શર્માએ તીરંદાજીની વ્યક્તિગત કમ્પાઉન્ડ સ્પધાનો ગોલ્ડ પોતાના નામે કર્યું..
