Skip to main content
Settings Settings for Dark

ખેલ મંત્રી કિરેન રિજિજુએ SAI મુખ્યાલયની મુલાકાત લીધી, કર્મચારીઓ  કચેરીએ પાછા ફર્યા 

Live TV

X
  • ખેલ મંત્રી રિજિજુએ જણાવ્યું હતું કે "મંત્રાલયે ન્યુનત્તમ સ્ટાફ સાથે તેની ઓફિસ શરૂ કરી છે કારણ કે કામ ચાલુ છે. અમે સામાજિક અંતર જાળવી, માસ્ક પહેરીને અને તાપમાન તપાસવા જેવા નિયમોનું કડક પાલન કરવામાં આવે છે."

    ખેલ મંત્રી કિરેન રિજિજુએ સોમવારે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઈન્ડિયાના મુખ્ય મથકની મુલાકાત લીધી હતી, જ્યાં કોવિડ -19 રોગચાળાને લીધે પખવાડિયાથી ઘરેથી કામ કરતાં વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય આવશ્યક કર્મચારીઓએ કામગીરી શરૂ કરી હતી. ખેલ મંત્રી કિરેન રિજિજુ અહીં માસ્ક પહેરીને SAI ના મુખ્ય મથકની મુલાકાતે ગયા હતા અને પરિસરમાં પ્રવેશતા પહેલા તેના હાથની સફાઇ કરી હતી. ખેલ મંત્રી રિજિજુએ જણાવ્યું હતું કે "મંત્રાલયે ન્યુનત્તમ સ્ટાફ સાથે તેની ઓફિસ શરૂ કરી છે કારણ કે કામ ચાલુ છે. અમે સામાજિક અંતર જાળવી, માસ્ક પહેરીને અને તાપમાન તપાસવા જેવા નિયમોનું કડક પાલન કરવામાં આવે છે." વાયરસને રોકવા ટેના સાવચેતી પગલાના ભાગરૂપે એસએઆઈ ઑફિસ 21 માર્ચે બંધ કરવામાં આવી હતી. બધા મંત્રીઓને શનિવારે સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓ અને તેમના આવશ્યક કર્મચારીઓનો ત્રીજો ભાગ સોમવારથી ફરી શરૂ કરવા કહેવામાં આવ્યું હતું.

    એસએઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "ફક્ત ડિવિઝનલ હેડ અને 3૦ ટકા નીચલા વિભાગના કર્મચારીઓ રોટેશનલ ધોરણે કામ કરશે. લોકડાઉનને સંપૂર્ણ ઉપાડવા પહેલાં બાબતોને સુવ્યવસ્થિત કરવાના પ્રયાસના કેન્દ્રના આદેશ મુજબ આ કામગીરી કરવામાં આવી રહી છે," 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply