ગુજરાતની ટીમે મુંબઈને 191 રને હરાવીને સી.કે. નાયડુ ટ્રોફી જીતી લીધી
Live TV
-
ગુજરાતની અંડર-૨૫ ક્રિકેટ ટીમે ફાઈનલમાં મુંબઈને 191 રનથી પરાજય આપીને કર્નલ સી. કે. નાયડુ ટ્રોફી જીતી લીધી હતી. વલસાડમાં રમાયેલી ફાઈનલમાં ગુજરાતે જીતવા માટે આપેલા ૩૨૦ના ટાર્ગેટનો પીછો કરતાં મુંબઈ માત્ર 128 રન બનાયા હતા. ગુજરાત તરફથી વિશાલ જયસ્વાલે પ્રથમ ઈનિંગમાં ૩ અને બીજી ઈનિંગમાં 5 એમ કુલ 8 વિકેટ ઝડપી હતી. જ્યારે પ્રથમ ઈનિંગમાં 10માં ક્રમે ઉતરીને જય માલુસારેએ લડાયક 50 રન તેમજ બીજી ઈનિંગમાં કેપ્ટન ક્ષિતીજ પટેલે 88 રન ફટકાર્યા હતા.
