ભારતના એચએસ પ્રણોય અને લક્ષ્ય સેન ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં પ્રવેશ્યા
Live TV
-
ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં, ભારતના એચએસ પ્રણોય અને લક્ષ્ય સેન ગઈકાલે રમાયેલી મેન્સ સિંગલ્સમાં પોતપોતાની મેચ જીતીને ઈવેન્ટના બીજા રાઉન્ડમાં પ્રવેશ્યા છે. પ્રણોયે પ્રથમ રાઉન્ડમાં વિશ્વના 24માં ક્રમાંકિત ચાઈનીઝ તાઈપેઈના વાંગ ત્ઝુ વેઈ સામે 21-19, 22-20થી રોમાંચક જીત નોંધાવી હતી.વર્લ્ડ નંબર 9 પ્રણય હવે ત્રીજા ક્રમાંકિત ઈન્ડોનેશિયાના એન્થોની સિનિસુકા ગિંટીંગ સામે ટકરાશે. લક્ષ્ય સેન, જેણે ગયા વર્ષે ઓલ-ઈંગ્લેન્ડની ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, તેની શરૂઆત ધીમી હતી પરંતુ તેણે પાંચમી ક્રમાંકિત ચાઈનીઝ તાઈપેઈના ચાઉ ટિએન ચેનને 21-18 21-19થી હરાવ્યો હતો. આગામી રાઉન્ડમાં, લક્ષ્ય સેન એન્ડર્સ એન્ટોનસેન અથવા ઓલ-ડેનિશ ટાઈના વિજેતા રાસ્મસ જેમકે સામે ટકરાશે.વર્લ્ડ નંબર 22 કિદામ્બી શ્રીકાંત આજે મેન્સ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં 25મી ક્રમાંકિત ફ્રાન્સના ટોમા પોપોવ સામે ટકરાશે. 9મી ક્રમાંકિત પીવી સિંધુ મહિલા સિંગલ્સમાં તેના અભિયાનની શરૂઆત ચીનની ઝાંગ યી મેન સામે કરશે.મેન્સ ડબલ્સમાં, ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડીની ભારતીય જોડી દેશબંધુ કૃષ્ણ પ્રસાદ ગર્ગ અને વિષ્ણુવર્ધન ગૌડ પંજાલા સામે ટકરાશે, જ્યારે એમઆર અર્જુન અને ધ્રુવ કપિલા તેમની શરૂઆતની ટક્કરમાં જિયાંગ યુ રેન અને કિઆંગ તાન સામે ટકરાશે.
