ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)એ KKRને હરાવીને ચોથી વાર IPL ની ટ્રોફી જીતી
Live TV
-
ચેન્નઈ સુપર કિંગ્સે 3 વિકેટ પર 192 રન કર્યા હતા. કોલકત્તાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ પર 165 રન કર્યા હતા.
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ શુક્રવારે ફાઈનલ મેચમાં કોલકત્તા નાઈટ રાઈટર્સને 27 રનથી હરાવીને ચોથી વાર IPL ની ટ્રોફી જીતી લીધી છે. ફાફ ડુ પ્લેસિસે 59 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ સિક્સર મારીને 86 રન કર્યા હતા. મોઈન અલીએ 20 બોલમાં 37 રન કર્યા હતા. KKR તરફથી સુનિલ નરેને 2 અને શિવમ માવીએ 1 વિકેટ લીધી હતી. ચેન્નઈ સુપર કિંગ્સે 3 વિકેટ પર 192 રન કર્યા હતા. કોલકત્તાની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ પર 165 રન કર્યા હતા. કોલકત્તાની ટીમ તરફથી શુભમન ગિલે 51 અને વૈંકટેશ ઐયરે 50 રન કર્યા હતા. CSK તરફથી શાર્દુલ ઠાકુરે 3 અને રવિન્દ્ર જાડેજા તથા જોશ હેઝલવુડે 2-2 વિકેટ લીધી હતી.
